વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોટેભાગે બે થી પાંચ વર્ષ આપણા પરિસરમાં રહે છે. તે દરમિયાન આપણાં માધ્યમિક, ઉ મા., કોલેજના વિદ્યાર્થીઓને અમુક વિષયોની પ્રાથમિક અને જરૂરી માહિતી આપીને, વિદ્યાર્થીઓની સમજ બનાવવામાં મદદ કરવી જોઈએ.
હાલ આટલાં મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે. જેને audio visualના મદદથી, વર્ષ દરમિયાન, અનુકૂળતા પ્રમાણે 1 કલાક કે વધુના sessions ગોઠવીને પ્રસ્તુત કરી શકાય.
આવા વિષયો પર વિદ્યાર્થીઓના જુથો બનાવીને, ચર્ચા – સંવાદ કરાવી શકાય અને પ્રોજેક્ટ બનાવડાવી શકાય.
તેના ચાર્ટ પોસ્ટર્સ બેનર ચિત્રો અને વીડિયો ક્લિપ્સ બનાવીને, જુદા જુદા પ્રદર્શન ગોઠવી શકાય, જેમાં વાલીઓ, અધિકારીઓ, આસપાસના શિક્ષકોને જોવા આમંત્રણ આપી શકાય.
મુખ્યત્વે, વ્યક્તિથી સમષ્ટિ અને પ્રકૃતિથી સંસ્કૃતિની સંવાદપૂર્ણ વિકાસયાત્રાનો ખ્યાલ – વિદ્યાર્થીઓને સમજાય તે રીતે, આનંદ આવે તે રીતે, જુદી જુદી વ્યક્તિગત/સામુહિક પ્રવૃત્તિઓ દ્વારા આપવો એવો મારો હેતુ છે.
અંતે તો સંવાદપૂર્ણ સહઅસ્તિત્વ એ આપણા સૌ માટેની અનિવાર્ય આવશ્યકતા છે અને લક્ષ્ય છે.
તેના માટેની લેખિત, વિડીયો, વગેરે સામગ્રી હું તૈયાર કરીશ. ધ્રુવભાઈનો વિશેષ ટેકનિકલ સહયોગ લઈશ. રસ ધરાવતા શિક્ષક મિત્રોને પણ જોડીશ.
જ્ઞાન સંવર્ધન પ્રકલ્પ
Knowledge Enrichment Project
વિદ્યાર્થીઓના જ્ઞાનના વિકાસ માટે નીચેના મુદ્દાઓ પર વીડીયો બતાવવા અને વાત કરવી. (પ્રોજેકટ કરાવી શકાય.)
1. બ્રહ્માંડની રચના અંતરીક્ષ સૂર્યમંડળ પૃથ્વી વગેરે
2. પૃથ્વી પર જીવનની શરૂઆત, વનસ્પતિ અને જીવસૃષ્ટિની રચના
3. પૃથ્વી પર ભૂકંપ અને ખંડોની રચના पृथ्वी पर कब, कैसे?
4. પ્રાચીન સભ્યતાઓ Early Civilization
5. જગતની આદિવાસી સંસ્કૃતિ : મૂલ્યવાન વિવિધતા અને રિવાજો
6. ભારત અને સિંધુખીણ સંસ્કૃતિ
7. ભારતમાં વિદેશી પ્રજાઓનો આગમન
8. જગતના ધર્મોની ઉત્પતિ વિકાસ, વિવિધતા, નબળાઈ અને વિનાશ
9. ભારતીય સંસ્કૃતિ અને એનો વિસ્તાર: સંસ્કૃતિ કે ધર્મ?
10. જગતના દાર્શનિકો અને એમનો માનવતાનો સંદેશ
11. જગતના સાહિત્યકારો અને ઉત્તમ કૃતિઓ
12. ભારતના સાહિત્યકારો અને ઉત્તમ કૃતિઓ
13. ગુજરાતના સાહિત્યકારો અને ઉત્તમ કૃતિઓ
14. માતૃશક્તિ પ્રોજેક્ટ : જગતની વિદ્વાન, ક્રાંતિકારી, કાર્યકર સ્ત્રીઓ
15. નૃત્ય પ્રોજેકટ: જગતના આદિવાસી અને શાસ્ત્રીય નૃત્યો
16. આધુનિક શોધોનો ઈતિહાસ અને ભવિષ્ય
17. આરોગ્યનો ઈતિહાસ અને વિકાસ. આજના સમયમાં જરુરી જ્ઞાન અને ફરજિયાત સામુહિક/વ્યક્તિગત અમલ
18. આકાશ દર્શન
19. વનસ્પતિ ઓળખ અને સાચવણી
Post your comment