વર્ગમાં શીખવાનું ભૂલ્યો અને જીવનમાં ભૂલવાનું શીખ્યો
ગુમાવીને પણ મેળવી શકે, છે એવું ખાસ મારા ભણતરમાં!

બાળકો અને કુદરત – પામ્યા આ સ્નેહ આનંદના ઝરા!
કદ, વજન, ઘનતા કે ઘાત, કશુંય નથી હવે મારા ગણતરમાં!

આ ખંડેરપતિઓ કદી ઘુરકે મારા ઘરના પડછાયાને વળી 
ગણે લેતી-દેતી ‘ને રેતી, શું શું વાપર્યું હશે મેં ચણતરમાં!

ભીંજાવું, સુકાવું, દળાવું, વઢાવું -અવિરત અગ્નિપરીક્ષા
મિત્ર! આ બધાની સુગંધ અને સાર છે મારા ઘડતરમાં!